નર્મદા અને દાહોદ જિલ્લામાં સહુથી વધુ ૧૨૩૬૮ બાળકો કુપોષિત.!

New Update
નર્મદા અને દાહોદ જિલ્લામાં સહુથી વધુ ૧૨૩૬૮ બાળકો કુપોષિત.!

નર્મદા અને દાહોદ જિલ્લામાં સહુથી વધુ કુપોષિત બાળકો હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા આ બાળકો ને સુપોષિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પરંતુ આ બાળકો કુપોષિત કેમ રહ્યા તે જોવા કેટલીક આંગણવાડીની મુલાકત લીધી તો હકીકત ચોંકાવનારી મળી.

નર્મદા જિલ્લો એસ્પિરેશન ડીસ્ટ્રીકટ તરીકે પસંદ થયેલો છે અને તેથી આ જિલ્લામાં ખાસ દેખરેખ રાખી જિલ્લાનો વધુ વિકાસ થાય તેવા સરકારના પ્રયત્નો છે પરંતુએ પણ એ સત્ય હકીકત છે કે જિલ્લામાં બાળકો નું કુપોષિત હોવું પણ એટલીજ સત્યતા છે. જિલ્લામાં કુલ ૧૨૩૬૮ બાળકો કુપોષિત છે. જે અભ્યાસ કરતા બાળકો પૈકી ૩૩ ટકા બાળકો કુપોષિત એટલેકે ઓછા વજનવાળા છે. સરકાર દ્વારા આ બાળકો માટે પૌષ્ટિક આહાર અને રમતગમત માટે સાધનો તો અપાય છે.

છતાં આ બાળકો તંદુરસ્ત કેમ નથી તે જોવા આજે અમે કેટલીક આંગણવાડીની મુલાકાતે ગયા તો લગભગ આંગણવાડીમાં પૌષ્ટિક આહાર તો અપાતો હતો. પરંતુ અહીંના વડિયા ગામની આંગણવાડીમાં મકાન બરાબર ના હતું. મકાન ની છત તૂટેલી હતી. જોકે આજે વરસાદ ન હતો તેથી બાળકો આ તૂટેલી છત નીચે બેસી રમી શકતા હતા. પરંતુ આવા ઇન્ફ્રાસ્ટ્રચરમાં બાળકો કેવી રીતે ખિલી શકે તે એક મોટો પ્રશ્ન રહ્યો.

અમે આ આંગણવાડી સંચાલક બહેનો સાથે વાત પણ કરી આવો સાંભળીએ શું કહે છે આ બહેનો... જિલ્લામાં કુપોષિત બાળકો ની સંખ્યા ગુજરાત માં બીજા નંબરે છે તે વાત અહીંના જિલ્લા વિકાસ અધિકારી જિન્સીવિલ્લીઅમ સ્વીકારે છે. પરંતુ તેઓનું કહેવું છે કે અમારા પ્રયત્ન છે કે બાળકો સુપોષિત થાય અને તેને માટે અમે નિષ્ણાતો ના સલાહસુચન લઈએ છીએ અને જરૂરી ખાવાના નો ફેરફાર કરી બાળકોને આપીએ છે. વળી અંતરિયાળ વિસ્તારમાં પણ દૂધ સંજીવની દ્વારા બાળકોને પોષણ મળે તેની ખાતરી રખાય રહી છે. જેને કારણે જિલ્લામાં ૪૦ ટકા બાળકો કુપોષિત હતા તે હવે ૩૩ ટકા થયા છે.

કુપોષણ એ બાળકો માટે સહુથી મોટું દુષણ છે અને તેને સુધારવા સરકાર તો પ્રયત્નશીલ છે જ પરંતુ સરકાર દ્વારા કેરેલ પ્રયત્નો છતાં બાળકો ઓછા વજનના કુપોષિત હોય છે. ત્યારે સરકારે કરેલા પ્રયત્નો ક્યાં જાય છે એ સહુથી મોટો પ્રશ્ન છે.

Latest Stories