Connect Gujarat
Featured

National Film Award: સુશાંત સિંહની 'છિછોરે’ બની શ્રેષ્ઠ ફિલ્મ, કંગનાને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ

National Film Award: સુશાંત સિંહની છિછોરે’ બની શ્રેષ્ઠ ફિલ્મ, કંગનાને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ
X

સરકાર દ્વારા 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેની પસંદગી બેસ્ટ હિન્દી ફિલ્મ એવોર્ડ માટે કરવામાં આવી છે. કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસ તરીકે, જ્યારે મનોજ બાજપેયી અને ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની છિછોરે ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.

આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી અને સારી પ્રશંસા મેળવી હતી, જે હોસ્ટેલ લાઈફ પર બેઝ્ડ ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મે આજના યુવાનોને મજબૂત સંદેશ આપ્યો હતો. આ જ કારણ હતું કે આ ફિલ્મ યુવાનોને સીધો સ્પર્શ કરતી હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા અને સુશાંત સિવાય વરુણ શર્મા, પ્રિતિક બબ્બર સહિતના ઘણા અન્ય કલાકારો હતા, જેમણે સારૂ પ્રદર્શન કર્યું હતું.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી. સમારોહમાં વર્ષ 2019 માં બનેલી ફિલ્મો માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ સમારોહમાં, 1 જાન્યુઆરી, 2019 થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પ્રમાણિત ફિલ્મોને એવોર્ડ વિતરણ માટે પ્રવેશ આપવામાં આવ્યો છે. એવોર્ડ માટેની છેલ્લી એન્ટ્રી 17 ફેબ્રુઆરી 2020 સુધી રાખવામાં આવી હતી. આ સમારોહ 2020 માં થવાનો હતો, પરંતુ તેના બદલે આજે તે યોજાયો હતો.

જુઓ કોને કોને એવોર્ડ મળ્યો

  • શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ – છોરીયાં છોરો સે કમ નહીં
  • શ્રેષ્ઠ છત્તીગઢી ફિલ્મ - ભુલન દી મેજ
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - જર્સી
  • શ્રેષ્ઠ તમિળ ફિલ્મ - અસુરન
  • બેસ્ટ પંજાબી ફિલ્મ - રબ દા રેડિયો 2
  • શ્રેષ્ઠ મલયાલી ફિલ્મ - કલા નોત્તમ
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - બારડો
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – છિછોરે
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક - બારડો ફિલ્મ માટે સાવની રવિન્દ્ર દ્વારા ગીત રાન બેટલ
  • બેસ્ટ મેઇલ પ્લેબેક - પી પ્રાકને ફિલ્મ કેસરીના તેરી મીટ્ટી ગીત માટે
  • બેસ્ટ એક્ટ્રેસ - કંગના રનૌતને ફિલ્મ પંગા અને મણિકર્ણિકા માટે
  • શ્રેષ્ઠ અભિનેતા - મનોજ બાજપેયીને ફિલ્મ ભોંસલે માટે અને ધનુષને ફિલ્મ અસુરન માટે
  • સર્વશ્રેષ્ઠ નિર્દેશક - સંજય પુરેસિંહ ચૌહાણને ભટ્ટર હૂરેન માટે
  • શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ - મહર્ષિ
  • ઇંદિરા ગાંધી એવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડાયરેક્ટર - હેલન (મલયાલમ)
  • બેસ્ટ ફિચર ફિલ્મ - મલયાલમ ફિલ્મ : Marakkar Arabikkadalinte- SimHam ને મળ્યો

Next Story