/connect-gujarat/media/post_banners/ac361b8b39ca50efdbf12ca1d199fa12ca7669e19fbc9f88b48f60dca8e84b7e.webp)
આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે. લોકો માઁના નવલા નોરતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે માતાજીના સ્થાપન અને માતાજીનું આગમન, વ્રત, તપ, ઉપવાસની સાથે આ નોરતમાં માતાજીના પ્રસાદનું પણ એટલું જ મહત્વ છે. તો જાણીએ, કે કયા દિવસે કઈ વસ્તુનો પ્રસાદ અર્પણ કરવો...
પ્રથમ દિવસ માઁ શૈલપુત્રીની આરાધાનાં સાથે ઘટ સ્થાપન પૂજા કરવામાં આવે છે. અને આ કળશ સ્થાપન સમય 6 :11 થી 7: 51 વાગ્યા સુધીનો રહેશે. ત્યારે પ્રથમ દિવસમાં માઁ શૈલપુત્રી.
1 માઁ શૈલપુત્રી – માઁ શૈલપુત્રી એટલે જગત જનની માઁ જગદંબાનું પ્રથમ સ્વરૂપ આ દિવસે માતાજીને ગાયના ઘીનો પ્રસાદ ધરવામાં આવે છે,એવું માનવમાં આવે છે માતાજીની ઘી બહુ પ્રિય છે માટે ઘીનો પ્રસાદ ધરાવવો, અને સાથે આ સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.
2 માઁ બ્રહ્મચારિણી – માતાજીનું બીજું સ્વરૂપ આ દિવસે માતાજીની આરાધના અને ઉપાસના સાથે ખાંડનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, આમ કરવાથી વ્યક્તિને જીવનદાન મળે છે. માઁ બ્રહ્મચારિણીનું રૂપ માઁ પાર્વતીને સમર્પિત છે. એવી માન્યતા છે કે પોતાના પતિ શિવ ને પામ્યા હતા.
3 માઁ ચંદ્રઘંટા – માતાજીના આ ત્રીજા સ્વરૂપ સાથે માઁને દૂધનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ, અને સાથે જરૂરિયાત મંદોને પણ દાન માં આપવું જોઈએ, માતાજીને સફેદ વસ્તુ ખુબ જ પ્રિય છે,અને તેમાં પણ પ્રસાદ દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઇ પણ ધરાવી શકાય.
4 માઁ કુષ્માંડા – માતાજીનું આ ચોથુ સ્વરૂપ એટલે માઁ કુષ્માંડા આ દિવસે માલપુઆ અને છૂટી લાપસી, ખીર,પૂરી,ભાત, કુલેર,તલવટ આ 9 વસ્તુઓના નૈવેધ અર્પણ કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે માતાજી ને મુલાયમ માલપુઆ ઘણા પસંદ છે.
5 માઁ સ્કંદમાતા – માતાજીનાં આ પાંચમા સ્વરૂપની પૂજા સાથે આ દિવસે વિશ્વમાતાને કેળાંનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ, આમ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.
6 માઁ કાત્યાયની – માતાજીના આ છઠ્ઠા સ્વરૂપ કહેવાય છે ને કે ષÖ) તું નારાયણી મહિષાસુર માર્યો માતાજીના આ વિકરાળ સ્વરૂપને મધની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે, આમ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે.
7 માઁ કાલરાત્રિ – માઁ જગદંબાનું સાતમું સ્વરૂપ, આ દિવસે ગોળમાંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવો જોઈએ, અને એવું માનવમાં આવે છે દુ:ખ માંથી મુક્તિ મળે છે.
8 માઁ મહાગૌરી – માઁ માતાજીનાં આ આઠમાં સ્વરૂપનું પૂજન અને આ દિવસે માતાજીને નૈવૈધ ધરાવવામાં આવે છે અને હોમ હવન કરવામાં આવે છે . માતાજીને શ્રીફળ અર્પણ કરવું જોઈએ, જેથી માણસની બધી ઈચ્છા પૂર્ણ થાય છે.
9 માઁ સીદ્ધિદાત્રી – માતાજીના નવમા સ્વરૂપ,મહાનવમી આ દિવસે માતાજીને ઘરે બનાવેલી ખીર અને પૂરી અર્પણ કરવી જોઈએ ,આમ કરવાથી મનુષ્યનાં જીવનમાં સુખ અને શાંતિ મળે છે.