ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?

નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે

ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?
New Update

ગરબો તે બ્રહ્માંડનું પ્રતીક છે. ગરબામાં 27 છિદ્રો હોય છે 9 ની 3 લાઇન એટ્લે 27 છિદ્રો તે 27 નક્ષત્ર છે, એક નક્ષત્રને ચાર ચરણ હોય છે, 27*4=108

નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે.


નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.ગરબા મુખ્યત્વે ગુજરાત, ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.


ગરબો એ આપણા ગુજરાતની 5000 વર્ષ જૂની આગવી સંસ્કૃતિ છે. દર વર્ષે વિક્રમના અંતિમ જે 55 દિવસ છે જેમાં 16 શ્રાદ્ધ, નવલા નોરતા અને દિપાવલીના આ શુભ તહેવારો આવે છે.જેનાથી માઈભક્તો અત્યંત પ્રસન્નતા અનુભવતા હોય છે. કારણ કે નોરતા દરમિયાન માઈભક્તો 9 દિવસ માટે જગદંબાનું આપની 10 મહાવિદ્યાનું અનુષ્ઠાન કરતાં હોય છે. જ્યારે બધા યુવાનો ગરબા ગાવા માટે ખુશ થતાં હોય છે. અને યુવતીઓ પહેલા માથા પર, આ જે ગરબો શબ્દ છે, એ ખરેખર દીપ ગર્ભ ઘટ એ મૂળ શબ્દ છે અને આ ગર્ભનો અર્થ એક ઘટ એટલે કે ઘડો એવો થાય છે. ઘડાની અંદર (ગર્ભની અંદર ) દીપની પ્રાગટ્ય કરવું એટલે કે આપણા આત્માની અંદર એક નવી ચેતનાને પ્રગટ કરવી એટલે કે આપણી અંદરની ચેતનાને અનુષ્ઠાન દ્વારા, યુવાનો ગરબા ગાઈને અને એ ગરબો કે ગરબાની અંદર 108 છિદ્રો હોય છે, આ છિદ્રો એ 27 નક્ષત્રો જે છે એનો અલગ અલગ ભાગ છે. ચાર દિશાની અંદર 27 -27 નક્ષત્ર એમ કરતાં કુલ 108 છિદ્રો હોય છે. એની અંદર બધા ગ્રહ હોય છે. અને જેમ 7 ઋષિઓ આ પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં હોય છે એવી જ રીતે જ્યારે યુવાન અને યુવતીઓ ગરબો લેતા હોય છે. એ બધા નક્ષત્ર, બધી રાશિઓ અને બધા ગ્રહોની પ્રદક્ષિણા કરતા હોય એવું માનવામાં આવે છે.

#Worship #Navratri #Garba #Maa Durga #spiritual #Spirituality #Navratri2022 #Garba importance
Here are a few more articles:
Read the Next Article