Connect Gujarat
નવરાત્રી ઉજવણી

ગીર સોમનાથ: ભૂદેવો પારંપારિક ધોતીયુ પહેરી ગરબાના મેદાનમાં ઉતર્યા, માતાજીની અનોખી રીતે કરી આરાધના

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા

X

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા.

નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા.ધોતી જેને અબોટીયુ, મૂકટો અથવા પીતાંબર કહે છે તે બ્રહ્મ સમાજનું આદિ અનાદિ વસ્ત્ર પરિધાન કહેવાયું છે ત્યારે યુવા પેઢી સંસ્કૃતિથી જોડાઈ રહે તેવા શુભ આશયથી બ્રહ્મ સમાજ દ્વારા ધોતી પહેરીને વિશેષ રાસનું આયોજન કરાયું હતું.કર્મકાંડ હોય કે શુભ પ્રસંગ દરેક જગ્યાએ બ્રાહ્મણો ધોતી પહેરે અને યુવા પેઢી હજારો વર્ષોથી વારસામાં મળેલી પારંપારિક વેશભૂષા સાથે જોડાયેલ રહે અને સામાજિક ભાવના કેળવે તેવા આશયથી પારંપરિક ધોતીમાં માતાના રાસ નું આયોજન કરાયું હતું.

અનેક ફિલ્મોમાં કામ કરેલા એક્ટર અને પ્રોડ્યુસર હિરેન વૈદ્યએ નિર્ણાયક તરીકે આ ધોતી રાસમાં હાજરી આપી હતી.બ્રહ્મ સમાજ ધોતીમાં શિવ સ્વરૂપે ગરબા રમ્યો હતો જેને નિર્ણાયક દ્વારા પણ બિરદાવવામાં આવ્યો હતો.

Next Story