શાહરુખના કરિયરની સૌથી મોંધી ફિલ્મ બની ‘જવાન’, પઠાણ કરતાં પણ વધુ બજેટ છે જવાનનું.....

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો

New Update
શાહરુખના કરિયરની સૌથી મોંધી ફિલ્મ બની ‘જવાન’, પઠાણ કરતાં પણ વધુ બજેટ છે જવાનનું.....

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું હતું. પ્રિવ્યૂમાં કિંગ ખાનના લુક અને સ્ટાઇલે બધાને દિવાના બનાવી દીધા હતા. આ દરમિયાન વિજય સેતુપતિનો લુક પણ સામે આવ્યો હતો. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત વિજય, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે. વર્ષ 2023ની શરૂઆત શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણથી થઈ હતી જેને બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી હતી. શાહરૂખ, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર પઠાણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા. એવામાં પઠાણ પછી શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે અને આ દરમિયાન ફિલ્મના બજેટને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

Latest Stories