નવસારી : તંબાકુ અને ગુટખાના જથ્થા સાથે 2 ઝડપાયા, પોલીસે રૂ. 1 કરોડ 38 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
BY Connect Gujarat20 Dec 2019 6:49 AM GMT

X
Connect Gujarat20 Dec 2019 6:49 AM GMT
નેશનલ હાઈવેના માર્ગ પર પુરપાટ ઝડપે ચાલતો ગેરકાયદેસર વેપલો પોલીસ માટે એક મોટો પડકાર બન્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતની રેન્જ આઈજીની ટુકડીઓ હાઇવે પર ચાંપતી નજર રાખીને ગેરકાયદેસર વહન થતા માલને ઝડપી રહી છે. બિલ વગર પસાર થતાં તંબાકુ અને ગુટખાના 2 આઇસર ટેમ્પોને રેન્જની ટીમે ઝડપી પાડ્યા છે.
નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પાસે સુરતથી મુંબઈ તરફ જતા ગેરકાયદેસર ગુટખા અને તંબાકુના જથ્થાને આર.આર. સેલે ઝડપી પાડ્યા છે. મોહમ્મદ ઈરફાન અને મોહમ્મદ સુરી અલી નામના આરોપીઓ સાથે મળી કુલ 1 કરોડ 38 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. બિલ વગરના ગુટખાનો માલ સગેવગે કરવા મુંબઈ તરફ લઈ જવાતો હતો, પરંતુ ગુપ્ત બાતમીના આધારે પોલીસ પકડમાં આવી ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ આદરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story