નવસારી : રાજયકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં 220 ખેલાડીઓએ બતાવ્યું કૌવત

New Update
નવસારી : રાજયકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં 220 ખેલાડીઓએ બતાવ્યું કૌવત

નવસારી ખાતે રાજયકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજય ભરમાંથી 220 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં અંડર 13ની વિધાર્થીનીઓએ બાજી મારી હતી.

૧૩ વર્ષની ઉંમરે દુનિયા મુઠ્ઠીમાં કેદ કરવાની સફરે નીકળેલા બાળક અને બાળકીઓનું ઝનૂન જોતા દેશનું ભાવિ ઉજ્વળ બન્યાનો અહેસાસ કરાવતી ગુજરાત લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટ નવસારીમાં યોજાય છે. જેમાં વિજયી નિવાડેલા ને ઇનામો આપવામાં આવ્યા અને અન્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.ગુજરાત ભરમાંથી 220 બેડમિન્ટન ક્ષેત્રે ઉભરતા સિતારાઓ નવસારીમાં આવીને પોતાની સમતા અનુસાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તમામ બાળકો કઠોર પરિશ્રમ કરીને વિજયરથ આગળ ધપાવીને ઓલિમ્પિકમાં દેશના તિરંગાની શાન વધારવાનો સંકલ્પ કર્યો હતો.

Latest Stories