/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-280.jpg)
રાજયમાં અમલી બનેલાં નવા ટ્રાફિકના નિયમોનો સવિનય ભંગ કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ દાંડીમાં હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવી હતી. હવે પોલીસે રેલીમાં જોડાયેલી 35થી વધારે બાઇકની ઓળખ કરી તેમના માલિકોને નિયમોના ભંગ બદલ ઇ- મેમો મોકલવાની શરૂઆત કરી દીધી છે.
નાથુરામ ગોડસેની વિચારધારામાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા ગાંધી વિચારધારાનો ફેલાવો અને ગાંધી સંદેશો આપવા તથા ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા દાંડી થી લઈને અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી ની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હેલ્મેટ વગર બાઇક હંકારતા વાહન ચાલકોને નવસારી પોલીસે ઇ- મેમો આપયો છે મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવામાં આવ્યો હતો જે ઘટના ને યાદ કરીને કોંગ્રેસીઓ પણ પ્રજા પર નાખવામાં આવેલ ટ્રાફિકના વધુ પડતા દંડ સામે ગઈકાલે સવિનય કાનૂન ભંગની વાત પ્રદેશ પ્રમુખે કરી હતી. જેની સામે જલાલપોર પોલીસે વિડિયોગ્રાફીના આધારે 35 થી 37 વાહનો ની ઓળખ થઈ હતી અને 25 વાહન ને ઇમેમો મોકલી દેવામાં આવ્યો છે અને વધુ વાહનો માટે કાર્યવાહી ચાલી રહી છે.