/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Untitled-1-copy.JPG-9.jpg)
મંડળી ખાતે સોલાર પેનલ પદ્ધતિથી ૬૫ કિલોવોટ વીજળી ઉત્પાદન કરી ત્યાંજ ઉર્જાનો ઉપયોગ પણ કરશે.
નવસારી જીલ્લાની ગડત સહકારી ખેડૂત મંડળી દ્વારા સોલાર ઉર્જાનો નવતર અભિગમ અપનાવાયો છે. મંડળી ખાતે સોલાર પેનલ પદ્ધતિથી ૬૫ કિલોવોટ વીજળી ઉત્પાદન કરી ત્યાંજ ઉર્જાનો ઉપયોગ પણ કરશે.
કુદરતી ઊર્જાના સ્રોતો નજીકના ભવિષ્યમાં ખુટી જવાની ભીતી છે ત્યારે સુર્ય ઊર્જા એક કારગત વિકલ્પ સાબિત થઈ શખે છે. પરંતુ સોલાર ઊર્જા નજીકના ભવિષ્યમાં દેશ અને દુનિયામાં વીજળીનો વિકલ્પ બનશે. ત્યાં સુધી વિજળી બચાવવાના ભાગરુપે નવસારી જીલ્લાની ગડત સહકારી ખેડૂત મંડળી તમામ ઉર્જા સોલાર પેનલ પદ્ધતિથી ૬૫ કિલોપોટ વિજળી ઉત્પાદન કરી ઉર્જાનો ઉપયોગ કરશે
નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના ગડત ગામમાં દેશની આઝાદી પૂર્વે આર્થિક રીતે સદ્ધરતા લાવવા ઈ.સ ૧૯૪૪માંગડત સહકારી ખેડૂત મંડળીની સ્થાપના કરી. આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોને આર્થિક તેમજ આઅંતરિયાળ વિસ્તારમાં રોજી રોટી ઉભી કરી સાચા અર્થમાં ગ્રામસ્વરાજની સ્થાપના કરી હતી. જે આ ગડત સહકારી ખેડૂત મંડળીનાં ૭૫મા મંગળ પ્રવેશ નિમિતે નવનિર્માણ ગોડાઉન મકાન સાથે સોલાર પેનલનું નવસારી સાંસદ સી આર પાટીલ અને ધારા સભ્ય પિયુષ દેસાઈનાં વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૨૦૨૨વર્ષ સીધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પમાં ગુજરાત સરકારે સૂર્યશક્તિ કિસાન યોજના અમલીકરણ કરી છે. જ્યારે નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના ગડત સહકારી ખેડૂત મંડળીએ પોતાની રોજીંદા ઈલેકટ્રીકલ વપરાશમાં ટ્યુબલાઈટ, પંખા, કોપ્યુટર, રેફ્રીજરેટર વગેરનો ઉપયોગમાં અંદાજીત એક હજાર રૂપિયાનો ખર્ચ થવા પામતો હતો. પરંતુ “સોલાર પેનલ” પધ્ધતિથી સ્વયં ૬૫ કિલો વોટ વિજળી ઉત્પાદન કરી વપરાશ કરનાર છે. તેમજ આવનારા સમયમાં આ ઉર્જાનો લાભ ઘર ઘરવપરાશ અર્થે મંડળીના સભાસદોને પૂરો પાડી વર્ષે ૪૪ થી ૪૫ લાખ રૂપિયાની બચત કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવી શકશે.