/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-359.jpg)
એકતરફ સામાજિક દુષણ ગણાતું જુગાર સુખી જીવનને બરબાદ કરીને રસ્તે રઝળતા કરી દે છે ત્યારે જુગાર મોતનું કારણ પણ બન્યું હોય તેવો કિસ્સો નવસારી જિલ્લાના ખેરગામમાં પ્રકારમાં આવ્યો છે. નાધાઈગામની ઔરંગનદીના કિનારે જુગાર રમતા જુગારીઓ પર પોલીસે છાપો માર્યો જેમાં બચવા માટે નદીમાં કૂદીને પડેલા સાત પૈકી એક જુગારીનું નદીના પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું.
શ્રાવણમાં શ્રાવણીયા જુગારની મહેફીલ માણી રહેલા લોકો પર પોલીસ તવાઇ બોલાવી રહી છે. સામાજિક દુષણનું પ્રમાણ વધી જતાં પોલીસ પણ આવા જુગારના અડ્ડાઓ પર છાપો મારીને ઝડપવાની ગતિવિધિઓ તેજ કરી છે ત્યારે નવસારી જિલ્લાના નાધાઈ ગામેથી પસાર થતી ઔરંગના કાંઠે જુગાર રમતા લોકો પર અચાનક પોલીસે છાપો માર્યો હતો. જેમાં 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં પણે તેમાંથી 6 લોકો પોલીસથી બચવા નદીમાં છલાંગ મારી દીધી હતી. નદીના પાણીમાં કુદેલાઓ પૈકી એક જુગારી લાપત્તા બની ગયો હતો. ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાનનું નામ કૌશિક હોવાનું જાણવા મળી રહયું છે. જુગારને લઈને યુવાનને મોત મળ્યુ હોવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. પોલીસે ઝડપાયેલાં જુગારી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને ડૂબી ગયેલા મૃતકના કેશમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે.