/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-397.jpg)
લુપ્ત થતી જાદુગરાઓની જાદુગરી સામે વધુ એક તલવાર રાજ્ય સરકારે ઉગામી છે શાળાઓમાં બતાવવામાં આવતા જાદુગરોના શો સામે શિક્ષણ વિભાગે પ્રતિબંધ મુકતા જાદુગરોએ રેલી કાઢી પતિબંધ ફરમાવતા પરિપત્ર પાછો ખેંચી લેવાની માંગ સાથે નવસારી જિલ્લા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે. તમામ જાદુગરો તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઇને રેલીમાં જોડાયાં હતાં.
સમગ્ર ગુજરાતના ૪૦ હજાર જેટલા જાદુગરોની કમાણી કરી આપતી શાળાઓમાં રાજ્ય સરકારે ફતવો બહાર પાડી જાદુગરોના શો પર પ્રતિબંધ ફરમાવતા જાદુગરોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. પોતાની કરામત ન બતાવી શકે એવો પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડતાં દક્ષિણ ગુજરાતના જાદુગરોએ માર્ગ ઉપર ઉતરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. નવસારી ખાતે 40 જેટલા દક્ષિણ ગુજરાતના જાદુગરો સરકારની નીતિ સામે વિરોધ નોંધવીને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. સરકારના પરિપત્રને કારણે રોજગારી છીનવાઇ જાય તેવી દહેશત તેમણે વ્યકત કરી છે.