New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Untitled-1-copy.JPG-4-4.jpg)
મહિલાઓએ પાલિકાના પાણી સમિતિના ચેરમેનની સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
નવારીમાં દિવસેને દિવસે પાણીની સમસ્યા વિકટ બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પાલિકામાં પાણી ન મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું હતું.
નવસારી શહેરમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. જેમાં પાણીની સમસ્યાનો ભોગ બની રહેલી જલાલપોર વિસ્તારની મહિલાઓએ પાલિકામાં ઘસી જઈ હલલબોલ કર્યો હતો. પાલિકાના પાણી સમિતિના ચેરમેનની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. નવસારીમાં દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પાલિકામાં પાણી ન મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે.