/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-102.jpg)
આકાશના વાદળોએ ધરતીપુત્રો પર વરસાદરૂપી આશીર્વાદ વરસાવ્યા છે જેના કારણે નદી નાળાઓ ગાંડતુર બન્યા હતા જેની અસર નદી કાંઠે રેહતા ગામોને થતા નદીઓ ખેતરોને ગળી જતા ઉભા પાકો નષ્ટ થતા ખેડૂતોને નદીના પાણીએ રડાવ્યા છે.
ગત 10 દિવસોમાં ઉપરવાસ અને નવસારી જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે ધરતીપુત્રોના ચહેરાઓ હસતા કરી દીધા છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની લઈને નદી કિનારાઓના ગામોની ખેતીવાડીને મોટા પ્રમાણમાં નુક્સાનીઓ વેઠવી પડી છે જિલ્લાની પૂર્ણા,અંબિકા અને કાવેરી સાથે ઔરંગા નદીના કિનારે 600 થી વધુ હેક્ટર જમીનનું ધોવાણ થતા 500 થી વધુ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન અંદાજવામાં આવી રહ્યું છે
લોકમાતા નું રોદ્ર સ્વરૂપને કારણે નદી કિનારાના ગામોને નદીએ રણચંડી બનીને પોતાની લપેટમાં લેતા કાંઠે આવેલ તમામ પ્રકારની ખેતીને વ્યાપક નુકસાન પોહચડ્યું છે જેમાં શેરડી ,આંબાની નાની કલમો પપેયા ,રીંગણ ,ડાંગર,દૂધી ,ચોરી,સુરણ,હળદર ,તેમજ બાગાયતી પાકોને નુકસાન થતા ખેડૂતો માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે જે સરકાર સામે એક મોટી આશ લઈને બેઠા છે.
જોકે હવે ફરી ખેતરને સીધા કરવા હોય તો માટી પુરાણ કરીને લાખોનો ખર્ચ કરવો પડે છે સાથે પુરમાં આવેલ ચગુ જેમાં વધુ પ્રમાણમાં કુદરતી તત્વો હોવાને કારણે ખેડૂતો પાછો પાક લે તો ચગુ માં રહેલા તત્વો વધુ ઉત્પાદન આપી શકે જોકે તમામ નુક્શાનીને સર્વે અધિકારીઓ દ્વારા હાથધારવામાં આવ્યા છે.