/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-354.jpg)
સ્વતંત્રતા જયારે જયારે છીનવાઈ છે ત્યારે ત્યારે આઝાદીના પ્રવેશદ્વાર ગણતા પવિત્ર દાંડી ગામની યાદ સૌ કોઈને આવી છે. દેશના ફિઝ્યોથેરાપીસ્ટ તબીબો પર સંકટ આવી પડતા અહિંસક માર્ગના ભાગરૂપે નવસારીના દાંડીથી અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા કરી સરકારને ઇન્ડિયન મેડિકલ બિલના વિરોધનું રણશિંગુ ફુક્યું છે.
ફિઝ્યોથેરાપીસ્ટ ડોક્ટરોના અન્યાય સામે આંદોલનનો માર્ગ સ્વીકાર્યો છે. જેને લઈને દેશભરના મુખ્ય ફીઝીયોથેરાપીસ્ટ ડોક્ટરો દ્વારા નવસારીના દાંડી ખાતેથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. એમ બી બી એસ એમડી કે ઉચ્ચ ડીગ્રી ધરાવતા ડોક્ટરો પ્રિસ્ક્રીપશન લખ્યા બાદ ફીઝીયોથેરાપીસ્ટની તપાસ કરવાની વાતને લઈને વિરોધ ચાલી રહ્યો છે. સાથે ડોક્ટરની પદવીની જગ્યાએ ટેક્નિશયનની પદવી આપવામાં આવશે. જેનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો છે ઇન્ડિયન મેડિકલ બિલમાં આ તમામ મુદ્દાઓને સ્થાન મળતા ફિઝ્યોથેરાપીસ્ટોએ આંદોલનની શરૂઆત કરી છે. જેમાં દાંડી થી 150 થી વધુ ડોકટરો પદયાત્રામાં જોડાયા છે જે દરેક શહેરોમાંથી પસાર થશે જેમાં દરેક શહેર અને ગામોના ફીઝીયોથેરાપીસ્ટો જોડાશે.