નવસારી : ઇન્કમટેકસ વિભાગે યોજી સાયકલ રેલી, ગાંધીજીના વિચારોનો કર્યો ફેલાવો

New Update
નવસારી : ઇન્કમટેકસ વિભાગે યોજી સાયકલ રેલી, ગાંધીજીના વિચારોનો કર્યો ફેલાવો

મહાત્મા ગાંધીજી ભલે હયાત નથી પણ તેમના વિચારો હજી વિશ્વભરમાં જીવંત છે. દેશની આઝાદીમાં મહત્વનનું યોગદાન આપનારા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે ત્યારે નવસારીમાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી.

મહાત્મા ગાંધીનો મહત્વનો સંદેશ એ હતો કે મારુ જીવન એજ મારો સંદેશ. પુજય બાપુ પગપાળા અને સાયકલ ચલાવવાના હિમાયતી હતાં. ગાંધી જયંતિની ઉજવણી અંતર્ગત ઇન્કમટેકસ વિભાગ તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ થીમ સાથે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 જી ઓક્ટોબર એ સમગ્ર વિશ્વના ગાંધીવાદીઓ અને પ્રેમીઓ માટે ઉત્સવનો દિવસ છે. સાયકલ રેલીમાં ઇન્કમટેક્ષ મહિલા કમિશનરે પણ હાજરી આપી હતી.

Latest Stories