/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-231.jpg)
નવસારી શહેરના જ્યુબિલી ગાર્ડનમાં એક યુવકને યુવતિએ જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રેમિકાને માર મરાતા તેની મોટી બહેને પ્રેમીને જાહેરમાં તમાચા અને પટ્ટા વડે માર મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વાયરલ વીડિયોમાં વિજલપોર નગર પાલિકાના નગરસેવકના નામનો ઉલ્લેખ થતાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા પણ છે. આ વીડિયોમાં માર મારનારી યુવતી યુવકને મારતા મારતાં બોલે છે કે, તારા કારણે મારી બહેનને પીડા ભોગવવી પડી છે, આંખનું ઓપરેશન કરાવવું પડશે, તેનો ખર્ચ કોણ આપશે..? મારી બહેન પર હાથ કેમ ઉપાડ્યો કહીને શરૂઆતમાં તમાચા અને બાદમાં પટ્ટા વડે માર મારે છે. માર મારનાર સાથે એક યુવતી પણ આવી હોય છે, જે સમગ્ર ઘટનાને મોબાઈલમાં વિડિયો રેકોર્ડ કરતી હોય તેમ લાગી રહ્યું છે. જાહેરમાં માર મરાતા યુવકની સાથે લોકો પણ વચ્ચે પડે છે, જો કે યુવતી કોઈને પણ વચ્ચે ન પડવા માટે ધમકી આપી રહી છે.