New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-147.jpg)
સ્ટેટ્સ સિમ્બોલ ગણાતો ગિનિસ બુક રેકોર્ડ અનેક લોકોનું સ્વપ્ન બન્યું છે જેને પામવા માટેના પ્રયત્ન હરકોઈ કરવા માટે આતુર હોય છે. તેવુજ એક રેકોર્ડ સર્જવાનું કામ નવસારીની પૂજા દેસાઈએ કર્યું છે. સતત 8 કલાક મેકઅપનું કામ કરીને 56 લોકોને શણગારવાનું કામ કરીને ગિનિસ બુકમાં નામ નોંધાવવા મોકલી આપ્યું છે.
નવસારી જિલ્લાના વિજલપોર શહેરની પૂજા દેસાઈએ પોતાની માતાનું સ્વપ્ન પૂરું કરવા માટે દિવસ રાત એક કરીને કઠોર પ્રેક્ટિસ કરીને 31 મહિલાને મેકઅપ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. જોકે ગિનિસ બુકના અધિકારીઓ દ્વારા લીલીઝંડી આપ્યા બાદ ઇવેન્ટમાં વિજય ગણાશે. હાલ તો આ યુવતીએ રોકોર્ડ તોડ્યો છે જેના કારણે પરિવાર અને મિત્રવર્તુળમાં આનંદોની લાગણી છવાઇ છે. પરિવાર તથા મિત્રવર્તુળ સહિતના તમામ લોકોએ આ દીકરીની સિદ્ધિ ને વધાવી લીધી હતી.