Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : આરોપીઓને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો

અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

X

અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા બે આરોપી હારુંનશા ફકીર તથા સોહીલ અજમેરીને બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની એક ટીમ પકડવા ગઈ હતી તે દરમિયાન બન્ને આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે પોલીસને હારુંનશા ફકીરને ઝડપી પાડવાવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં નિર્દોષ નાગરિકો ઉપર હુમલો અને દારૂના કેસમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપી હારુંનશા ફકીર તથા સોહીલ અજમેરી વેજલપુર વિસ્તારમાં ફરતા હોવાની પોલીસને માહિતી મળી હતી જેના આધારે ગઈકાલે રાત્રે ક્રાઇમના પી.એસ.આઈ એપી જેબલીયા તેમના સ્ટાફ સાથે આરોપીઓને પકડવા ગયા હતા જ્યાં શ્યામલ ચાર રસ્તા પાસે આ બન્ને આરોપીઓએ પોલીસ ઉપર છરા અને પથ્થર ફેંકીને હુમલો કર્યો હતો. તે દરમિયાન આરોપી સોહીલ અજમેરી નાસી છૂટ્યો હતો અને પોલીસે હિંમતપૂર્વક હારુંનશા ફકીરને ઝડપી પાડયો હતો. આ આખી ઘટના શ્યામલ ચાર રસ્તા પર બની હતી જ્યાં સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ હતી. ત્યારે પોલીસે હાલ એક આરોપીને જીવના જોખમે ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપી સોહીલ અજમેરીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Next Story