Connect Gujarat
સમાચાર

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું નવું સાહસ; લર્નિંગ એપ ક્રિકુરુ કરી લોન્ચ

વિરેન્દ્ર સેહવાગ અને સંજય બાંગર દ્વારા સંકલ્પના અને વિકસિત આ એપનું લક્ષ્ય ક્રિકેટ શીખવાના અનુભવમાં ક્રાંતિ લાવી રહ્યા છે.

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું નવું સાહસ; લર્નિંગ એપ ક્રિકુરુ કરી લોન્ચ
X

વિરેન્દ્ર સેહવાગ અને સંજય બાંગર દ્વારા સંકલ્પના અને વિકસિત આ એપનું લક્ષ્ય ક્રિકેટ શીખવાના અનુભવમાં ક્રાંતિ લાવી રહ્યા છે. તેમણે ઊભરતા ક્રિકેટરોએ માટે ખાસ એપ્લીકેશન ક્રિકુરુ લોન્ચ કરી છે. આ એઆઈ આધારિત એપ અનોખો કસ્ટમાઈઝ્ડ અને પર્સનલાઈઝ્ડ કોચિંગ અનુભવ છે અને રમતના નામાંકિત ખેલાડીઓ પાસેથી નિષ્ણાત સલાહને પહોંચ આપે છે. ઉપરાંત વપરાશકર્તાઓને નામાંકિત ખેલાડીઓના સ્વ- અનુભવોમાંથી માનસિક ફિટનેસ અને ટફનેસ શીખવા પણ મળશે.

ભારતનો સ્ટાર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે આજે ક્રિકુરુ લોન્ચ કર્યું હતું, જે દેશમાં ક્રિકેટ કોચિંગના અનુભવમાં નવો દાખલો બેસાડવાના લક્ષ્ય સાથે ભારતનું પ્રથમ પ્રયોગાત્મક લર્નિંગ એપ છે. ક્રિકુરુ દેશમાં એઆઈ આધારિત ક્રિકેટ કોચિંગમાં ઉપભોક્તાઓ માટે પર્સનલાઈઝ્ડ લર્નિંગ અનુભવ આપવાનું છે. દરેક ખેલાડી માટે અભ્યાસક્રમ વિરેન્દ્ર સેહવાગ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ સંજય બાંગર દ્વારા અંગત રીતે વિકસાવવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આજે ટેકનોલોજી પ્રેરિત નવીનતાની દષ્ટિએ નવી ઊંચાઈએ પહોંચી છે ત્યારે ભારત પણ દેશમાં ઊભરતા ક્રિકેટરો માટે આવો જ અનુભવ પ્રદાન કરવા માટે આ હરોળમાં જોડાય તે જરૂરી હતું. ક્રિકુરુના લોન્ચ પર પોતાનો અભિપ્રાય આપતાં ક્રિકુરુના સ્થાપક વિરેન્દ્ર સેહવાગે જણાવ્યું હતું કે, ક્રિકુરુમાં અમારું લક્ષ્ય ભારતમાં ક્રિકેટ લર્નિંગનું લોકશાહીકરણ કરવા માટે પર્યાવરણ પ્રણાલી બનાવવાનું અને મોજૂદ અંતર દૂર કરવાનું છે. અમારો અભ્યાસક્રમ ક્રિકેટનાં આંતરરાષ્ટ્રીય ધોરણોની સમકક્ષ ઊભરતા ક્રિકેટરો માટે બેરોકટોક કોચિંગ અનુભવ આપવા વિશ્વભરના કોચિંગ નિષ્ણાતોને પહોંચ આપે તે રીતે બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યો છે.

ઉપરાંત તેણે ઉમેર્યું કે ક્રિકુરુએ વાલીઓને તેમના સંતાન સાથે ભાગીદાર બનવાની તક આપી છે, કારણ કે તેઓ ક્રિકેટમાં વ્યાવસાયિક કારકિર્દી માટે આવશ્યક કુશળતા સંચ હાંસલ કરવા માટે કામ કરી રહ્યા છે. ક્રિકુરુ ભારતનું પ્રથમ એઆઈ એનેબલ્ડ મોબાઈલ- વેબ આધારિત એપ્લિકેશન છે, જે યુવાનોને દરેક કોચ સાથે ક્યુરેટેડ વિડિયો કન્ટેન્ટના આશરે ચાર કલાક સાથે દુનિયાભરમાંથી 30 ચુનંદા પ્લેયર કોચીસના માસ્ટર ક્લાસીસ થકી ક્રિકેટ રમવાનું શીખવામાં મદદ કરે છે. આ એકમાત્ર એવું પ્રયોગાત્મક લર્નિંગ એપ છે, જે રોમાંચક વિડિયો, ઈન્ટરએક્ટિવ ઓગ્મેન્ટેડ રિયાલિટી અને સહભાગી સિમ્યુલેશન્સ થકી લાઈવ લર્નિંગ લાવે છે.

ક્રિકુરુ એપ આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસીસ પર પણ મળશે અને ઉપભોક્તાઓ 1 વર્ષની મુદત માટે સબ્સ્ક્રાઈબ કરવા http://www.cricuru.com સબ્સ્ક્રાઈબ કરી શકે છે. સબ્સ્ક્રિપ્શન ફી 1 વર્ષની મુદત માટે રૂ.299થી શરૂ થાય છે.

Next Story