• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

પહેલી મેથી FASTagનાં સ્થાને GPS દ્વારા સીધો બેન્ક ખાતા માંથી કપાશે ટોલ ટેક્સ

આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદ માંથી મુક્તિ મળશે

author-image
By Connect Gujarat Desk 17 Apr 2025 in સમાચાર દેશ
New Update
Global Navigation Satellite System

દેશમાં નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર 1 મે, 2025થી FASTag ના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે.  કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદ માંથી મુક્તિ મળશે. ટોલ ટેક્સમાં પારદર્શિતા વધશે.

કેન્દ્ર સરકાર દ્વારા ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (GNSS) શરૂ કરી રહી છે. આ એક જીપીએસ આધારિત પ્રણાલી છે. જેમાં વાહનનું લોકેશન સેટેલાઈટની મદદથી ટ્રેક કરવામાં આવશે. અને તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો બેંક એકાઉન્ટમાંથી કપાશે. એટલે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં.

FASTag પ્રણાલીમાં કેશના સ્થાને ડિજિટલ પેમેન્ટ હોય છે.પરંતુ તેમાં વ્હિકલને ટોલ બુથ પર અટકાવવુ પડે છે.ઘણી વખત લાંબી કતારોમાં રાહ પણ જોવી પડે છે.જ્યારે GNSS પ્રણાલી વર્ચ્યુઅલ ટોલ બૂથ મારફત કામ કરે છે. જેમાં ટોલની ગણના વાહનના ટ્રેકિંગના આધારે થાય છે. અને બેન્ક ખાતામાંથી સીધી ચૂકવણી થાય છે. આ પ્રણાલી અગાઉ 1 એપ્રિલે લાગુ થવાની હતી. પરંતુ અમુક ટેક્નિકલ અને પ્રશાસનિક કારણોસર તેનો અમલ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે 1 મે, 2025થી સંપૂર્ણ દેશમાં આ સિસ્ટમ લાગુ કરાશે.

ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો 30 એપ્રિલ, 2025 સુધી જ તેનો ઉપયોગ કરી શકશે. બાદમાં પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર્ડ જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે. આ નવી સિસ્ટમને બેન્ક ખાતા સાથે લિંક કરવામાં આવશે. સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટિકર હટાવી દેવામાં આવશે. સરકારે જીપીએસ ઈન્સ્ટોલેશન અને નવી સિસ્ટમ સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની તૈયારી કરી છે. ખાનગી કાર માલિકોથી માંડી ટ્રક અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી તમામ માટે આ સ્માર્ટ સિસ્ટમ સુવિધાજનક સાબિત થશે.

#Breaking News #Fastag #Toll plaza #toll tax #Toll Tax News #Global Navigation Satellite System #Toll collection system
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by