અંકલેશ્વર: મહાશિવરાત્રી નિમિત્તે રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી ખાતે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો
મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલીમાં પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પ્રસાદ વિતરણ કાર્યક્રમ પાનોલી ખાતે યોજાયો યોજાયો હતો મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત કાળી માતા શિવ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભક્તોના ઉપવાસને ધ્યાનમાં રાખીને અંદાજિત છ થી સાત હજાર ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું .વર્ષ 2017થી સમાજ કલ્યાણના કામો માટે કાર્યરત શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપના સભ્યો અને સેવકોએ પ્રસાદનું વિતરણ કર્યું હતું.ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા સામાજિક અને ધાર્મિક સેવા કાર્યક્રમો સતત આયોજન કરવામાં આવશે.
