ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારનો આજથી અમલ,બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ ચૂકવવો પડશે!

ફાસ્ટેગનાં આજથી લાગુ થતા નવા નિયમ હેઠળ ઓછા બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ લાદવામાં આવશે.

New Update
aaaa

ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાવિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટેનેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

ફાસ્ટેગનાં આજથી લાગુ થતા નવા નિયમ હેઠળ ઓછા બેલેન્સપેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ લાદવામાં આવશે. તેનો હેતુ ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી લાઈન ઘટાડવાનો છે.

સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો હેઠળ,જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કે કોઈપણ કારણોસર ડિએક્ટિવ કરવામાં આવે છેતો તમારે ટોલ પ્લાઝાને પાર કરતા 60 મિનિટ પહેલા તેને રિચાર્જ કરવું પડશે.જો તમે તેને પહેલા રિચાર્જ ન કરી શકો,તો તમારી પાસે ટોલ પ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી તેને રિચાર્જ કરવાની તક મળશે.જો આવું નથી થતું તો ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે અને એરર કોડ 176 લખીને આ પેમેન્ટ નકારી કાઢવામાં આવશે.

જો તમે આ ટાઈમ લિમિટમાં રિચાર્જ કરી શકતા નથીતો તમારે ટોલ ફી તરીકે ડબલ રકમ ચૂકવવી પડશે.આ નિયમ તમામ ફોર-વ્હીલર અને મોટા વાહનો પર લાગુ થશેજ્યારે ટુ-વ્હીલર્સને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ફાસ્ટેગ સંબંધિત આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ટોલ પ્લાઝા પર ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ ટેક્સની વસુલાતને વધુ અસરકારક બનાવવાનો છે. ઘણી વખતડ્રાઇવરને ફાસ્ટેગમાં અપૂરતા બેલેન્સને કારણે ટોલ પર રોકવામાં આવે છેજેના કારણે ટ્રાફિક જામ થાય છે. નવા નિયમો હેઠળ હવે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ડ્રાઈવર તેના ફાસ્ટેગને એક્ટિવ રાખે અને અગાઉથી રિચાર્જ કરેજેથી ટ્રાફિકની અવરજવરમાં કોઈ અડચણ ન આવે.