પાટણ જિલ્લાના રાધનપુર સ્થિત રેડ ક્રોસ ભવન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પરિષદનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. રાધનપુર ખાતે આવેલ રેડક્રોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું. અલગ અલગ પ્રકારની રમતો રમીને ભારત વિકાસ વધુમાં વધુ પ્રગતિ કરે તેવું ગુજરાત સરકારના મંત્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડૉ. કનુ પટેલ, વાઇસ ચેરમેન દિનેશ ઠક્કર અને ભારત વિકાસ પરિષદના કમલેશ તન્ના, દિલીપ પુજારા, રાજુ ઠક્કર, ડો.નવીન ઠક્કર, સાતલપુર તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલકા પ્રજાપતિ, નગરસેવક ઇશ્વર પંચાલ સહિત અન્ય સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
