પાટણનાં સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 9 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રેખાબેન અને તેમનાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી કારમાં 9 લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે 1 બાળકનું મોત નિપજ્યું હતું.