ઝારખંડમાં વિમાન દુર્ઘટના બાદ આંદામાન સમુદ્રમાં પણ એક ચોપર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. જોકેઆ ઘટનામાં 2 ક્રૂ સભ્યો સહિત 7 લોકોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહત અનુભવી છે.

મળતી માહિતી અનુસારઆંદામાન અને નિકોબાર ટાપુઓમાં માયાબંદર નજીક લેન્ડિંગ પછી પવન હંસનું ચોપર આંદામાન સમુદ્રમાં ક્રેશ થયું હતું. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું હતું કેચોપર 2 ક્રૂ સભ્યો અને 5 મુસાફરો સાથે પોર્ટ બ્લેરથી ઉડાન ભરી હતી. તેમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છેઅને તેઓ સુરક્ષિત છે. કોઈ ઈજાના અહેવાલ નથી.

અધિકારીઓએ પણ પુષ્ટિ આપી હતી કેબધા મુસાફરો સુરક્ષિત છેઅને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કેચોપર ક્રેશ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફપ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કેચોપરમાં કોઈ ટેકનિકલ ખામી હતીઅને પાઇલટે દરિયામાં ક્રેશ-લેન્ડિંગ કર્યું હતું.