પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મલેશિયાની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ કુઆલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કર્યા હતા. જેમાં પીએમ મોદીએ ભારતે છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.

તેમને ભારતની વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા અંગેડિફેન્સ એક્સપોર્ટમાં 30 ટકાનો વધારો અને દેશને વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ઉત્પાદન કેન્દ્ર બનવાનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યુંજ્યારે અમે વર્ષ 2015માં મળ્યા હતા,ત્યારે મેં તમારી સાથે ભારતની ક્ષમતા વિશે વાત કરી હતી. હવે હું તમને છેલ્લા દાયકામાં ભારતે મેળવેલી સિદ્ધિઓ જણાવું છું.

તે સમયે આપણે વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી અને આજે આપણે ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા નજીક છે. મેક ઇન ઇન્ડિયા એક નવો ખ્યાલ હતો. પરંતુ હવે આપણે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ફોન ઉત્પાદક છીએ.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 30 ટકા વધ્યું છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ પણ બન્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વની સૌથી મોટું ફિનટેક ઇકોસિસ્ટમ બનાવી છે. વિશ્વના લગભગ અડધા રીઅલ-ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે જે UPI પ્લેટફોર્મને આભારી છે.