/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/maxresdefault-63.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેની જીત માટે વડાપ્રધાન મોદી આજે અહીં ત્રણ ચૂંટણી સભા સંબોધવાના છે. સૌથી પહેલાં તેમણે ભીલવાડામાં રેલીમાં હાજરી આફી હતી. આ તબક્કે વડાપ્રધાને કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમના પર કરવામાં આવેલા નિવેદનો સંદર્ભે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, આ ચાવાળો ચાર વર્ષથી ચાર પેઢી ઉપર ભારે પડી રહ્યો છે. કોંગ્રેસના નામદાર મારા મા-બાપ અને જાતિ ઉપર સવાલ કરી રહ્યા છે.
ભીલવાડામાં વડાપ્રધાને કહ્યું હતું કે, અહીં ફરી એક વાર બીજેપીની સરકાર બનવાની છે. આજે મુંબઈ હુમલાની 11મી વરસી છે. જેનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજે 26 નવેમ્બર છે. ત્યારે દિલ્હીમાં મેડમનું રાજ રિમોટ કંટ્રોલથી ચાલતુ હતું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. 26-11 મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કરીને આપણાં દેશના લોકો અને જવાનોપર ગોળીબાર કર્યો. કોંગ્રેસ તે સમયે દેશભક્તિના પાઠ ભણાવતી હતી અને આજે તે જ લોકો સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ કરી રહ્યા છે.
રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ 10 સભાઓ થવાની છે. જે પૈકી આજે ભીલવાડા પછી કોટા અને બનેશ્વર ધામમાં પણ ચૂંટણી સભા કરવાના છે. પીએમની રેલીનો એવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી મોટા ભાગનો વિસ્તાર કવર થઈ જાય. વડાપ્રધાન 4 ડિસેમ્બર સુધી રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાં જનસભાઓને સંબોધશે.