PM મોદી આજથી 3 આફ્રિકન દેશોના પ્રવાસે, રાષ્ટ્રપતિને ભેટમાં 200 ગાયો આપશે

New Update
વડાપ્રધાન મોદી અક્ષરધામ મંદિરની રજત જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે 

જોહાનિસબર્ગમાં 10મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. પાંચ દિવસના પ્રવાસમાં સૌથી પહેલા તેઓ રવાંડાની મુલાકાત કરવાના છે. વડાપ્રધાન મોદી રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગામેને સામાજિક યોજનામાં મદદ તરીકે ભેટમાં 200 ગાયો આપશે. ગાયોને ત્યાંથી જ ખરીદવામાં આવશે.

ત્યારબાદ મોદી 24 જુલાઈએ યુગાન્ડા ખાતે જશે. ત્યાંથી તેઓ જોહાનિસબર્ગમાં 10મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે પહોંચશે.મોદી બ્રિક્સમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.

મોદીની જિનપિંગ સાથે ત્રણ મહિનામાં ત્રીજી જ્યારે પુતિનની બે મહિનામાં બીજી મુલાકાત હશે. આ પહેલા મોદી જિનપિંગ સાથે ચીનના વુહાન શહેરમાં અને ત્યારબાદ શાંઘાઈના સંમેલનમાં મળ્યા હતા. જ્યારે, પુતિન સાથે મે મહિનામાં રશિયાના સોચ્ચિમાં તેમની એક અનૌપચારિક મુલાકાત થઇ હતી.

મોદી રવાંડામાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. બીજી બાજુ, બ્રિક્સ સમિટમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થશે.

Latest Stories