પશ્ચિમ એશિયામાં ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષને કારણે દુનિયાભરના દેશોમાં ઇંધણની અછત ઉભી થઇ છે. ભારતને પણ સંઘર્ષની માઠી અસર પહોંચી છે. એવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ આરબ અમીરાત(UAE) મુલાકાત દરમિયાન એક મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. ભારતે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના પુરવઠા માટે UAE સાથે વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 

નોંધનીય છે કે ભારત LPGનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. સંઘર્ષને કારણે આયાતમાં ઘટાડો થતાં દેશમાં LGPની તંગી ઉભી થઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે કલાક માટે UAEમાં રોકાયા હતાઆ દરમિયાન આ સોદો કરવામાં આવ્યો હતો.

LPG સોદા ઉપરાંત,બંને દેશોએ સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રીઝર્વ અંગે MoU પર પણ હસ્તાક્ષર કર્યા હતા. નોંધનીય છે કે આજે 15 મે શુક્રવારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો કરવામાં આવ્યો છેએવામાંમાં આ સોદો રાહતની આશા અપાવે છે.