• સોમનાથ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા

  • સોમનાથ અમૃતપર્વ-2026‘ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા

  • ભવ્ય સ્વાગતરોડ-શોએર-શો સહિત વિશાળ સભા યોજાય

  • PM મોદીના આગમનથી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો.

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-2026માં તેઓ સહભાગી થયા હતાજ્યાં સોમનાથ મહાદેવની વિશેષ પુજાવૈદિક મંત્રોચ્ચાર અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં PM મોદી સહભાગી થયા હતા. આ પવિત્ર દિવસે PM મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે વાયુસેનાના સૂર્યકિરણ એર-શોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે PM મોદીએ વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ PM મોદી પ્રથમવાર ગુજરાત પધાર્યા હોવાથી જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.