રાજકોટઃ મેટોડા GIDCમાં નકલી બોમ મુકનારની પોલીસે કરી અટકાયત

New Update
રાજકોટઃ મેટોડા GIDCમાં નકલી બોમ મુકનારની પોલીસે કરી અટકાયત

બોમ્બ મુકનારો અગાઉ આજ ફેક્ટરીમાં કેન્ટ્રાક્ટ બેઝ ઉપર મજૂરી કામ કરતો હતો

રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં નકલી બોમ્બ મુકી ફેક્ટરી માલિક પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માંગવાના કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે એક શક્સની અટકાયત કરી છે.

રાજકોટની મેટોડા ખાતે આવેલી જીઆઈડીસીમાં ગત જુલાઈ માસમાં સત્યાય ટેક્નોકાસ્ટ ફેકટરીમાંથી એક નકલી બોમ્બ મળી આવ્યો હતો. આ નકલી બોંબ મૂકીને ફેકટરી માલિક પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માંગવાનો ઈરાદો હતો. ફેકટરી માલિક નિલેશભાઈ માંગરોલીયાને બોંબ મૂકી ખંડણીની ધમકી આપવામાં આવતાં રૂલર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે તપાસ કરી રહેલી પોલીસે ભેદ ઉકેલ્યો છે. અને બોંબ મુકનાર મહમદ હુસેન અંસારી નામના શખ્સને બિહારના વૈશાલી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસનાં હાથે ઝડપાયેલો અંસારી પહેલાં મેટોડા જી.આઈ.ડી.સીમાં આજ ફેકટરીમાં અગાઉ કોન્ટ્રાકટર બેઝ ઉપર મજૂરી કામ કરતો હતો.

Latest Stories