રાજકોટ: નકલી ચલણી નોટો સાથે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ

New Update
રાજકોટ: નકલી ચલણી નોટો સાથે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ

આજીડેમ પોલીસે કાર્યવાહી કરી નકલી નોટો છાપવાનો સમાનપણ કબજે કર્યો

રાજકોટની આજીડેમ પોલીસે બાતમીના આધારે બે મહિલાઓ અને એક યુવાનની ધરપકડ કરી છે. આ ત્રણેય ઇસમો રૂપીયા 200 અને 500ના દરની નકલી નોટો છાપતા હતા. અને આસપાસના વિસ્તારમાં આ નોટો દુકાન અથવા નાન વેપારીને ત્યાં ખરીદી કરીને વટાવતા હતા. હાલ પોલીસે આરોપીઓ પાસે રહેલી નક્લી નોટો તેમજ નોટો છાપવાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

રાજકોટ શહેરમાં ગુન્હાખોરીને ડામવા માટે શહેર પોલીસ દ્વારા સતત્ત સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાઇ રહ્યું છે. જે લઇને રાજકોટની આજીડેમ પોલીસ દ્વારા આજે પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારના સરધાર ગામે બે મહિલાઓ અને એક યુવાન રૂપીયા 200ની નક્લી નોટ એક પાનની કેબિને વટાવીને ગયા છે તેવી બાતમી મળતા પોલીસ દ્વારા મહિલા અને યુવાનની શોધખોળ હાથ ધરાઇ હતી. જેને લઇને શંકાસ્પદ બે મહિલા અને યુવાન પોલીસને તે જ વિસ્તારમાં નજરે પડતા તેમની વિશેષ પુછપરછ હાથધરાઇ હતી. જેમાં સામે આવ્યું હતું કે આ ઇસમો રૂપીયા 200 અને 500ના દરની નક્લી નોટો પોતાના ઘરે છાપીને બજારમાં તે વટાવે છે. તેમજ આ પ્રકારનું કારસ્તાન છેલ્લા છ મહિલાઓથી કરવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવતા વહિદા રામોદીયા, મજુબેન રાણીંગા અને વસંત હાંડા નામના યુવાનની ધરપકડ કરી હતી.

Latest Stories