રાજકોટ : લીલો દુષ્કાળ ખેડૂતોને રડાવી રહયો છે, સરકાર હવે તો સાંભળો જગતના તાતનો સાદ

New Update
રાજકોટ : લીલો દુષ્કાળ ખેડૂતોને રડાવી રહયો છે, સરકાર હવે તો સાંભળો જગતના તાતનો સાદ

રાજકોટ સહિત રાજ્યભરમાં આ વર્ષે મેઘરાજાની પુષ્કળ કૃપા વરસી છે. ગત વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે ડેમોમાંથી સિંચાઈ લક્ષી પાણી પણ છોડવામાં ન આવતાં ખેતીને નુકશાન થયું હતું. જયારે આ વર્ષે એકદમ વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે.આ વર્ષે રાજકોટ જિલ્લામા કેટલાંક ખેડૂતો લીલા દુષ્કાળનો પણ ભોગ બન્યા છે. નિહાળો જગતના તાતની વ્યથા..

આ વર્ષે  મેઘરાજાએ પાછલા 102 વર્ષનો રેકોર્ડ તોડયો છે. ભારે વરસાદના કારણે આજી 2 ડેમ  તેમજ ડોંડી ડેમના કાંઠાળા

વિસ્તારમા આવેલ ખેતરોમા પાક નિષ્ફળ જવાની ઘટના સામે આવી છે. ખાસ કરીને ખેડૂતો લીલા

દુષ્કાળનો ભોગ બન્યા છે ઉભડા પ્રકારની મગફળી તૈયાર થતા 90 દિવસનો સમય લાગે છે.

ત્યારે છેલ્લા કેટલાંય સમયથી વરસાદી વાતાવરણ રહેતા જમીનમાં ભેજનુ પ્રમાણ યથાવત રહે

છે. તો બીજી તરફ પુરતા પ્રમાણમા તડકો ન નીકળતા મગફળીમાં ફુગ નીકળેલી તથા  કપાસના પાકમા ફુલ ખરતા

દેખાઈ રહ્યા છે.

પડધરી તાલુકાના મોવીયા ગામના પરસોતમભાઈ પાસે ગુજરાન

ચલાવવાનો એક માત્ર સહારો છે ખેતી. બાપ દાદા થકી વારસામા મળેલ 25 વિઘા જમીનમાં મગફળી વાવી

હતી. હજારો રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરાયેલો પાક વરસાદના કારણે નષ્ટ થઇ  ગયો છે. આ ગામના અન્ય ખેડૂતોનુ પણ

કહેવુ છે કે લીલા દુષ્કાળનો ભોગ માત્ર પરસોતમભાઈજ નથી બન્યા પરંતુ કપસાનુ વાવેતરનુ

કરનારા ખેડૂતો પણ બન્યા છે. ગત વર્ષે પણ ગુજરાત સરકારે પડધરી તાલુકાને અછત ગ્રસ્ત

જાહેર કર્યો હતો. જે બાદ પાક વિમાના પૈસા ન મળતા ખેડૂતોએ ચક્કાજામ, રેલી સહિતના વિરોધ

પ્રદર્શીત કર્યા હતા આજદિન સુધી તેમને પાક વીમો ચુકવાયો નથી. તો ઉપરથી અતિવૃષ્ટીના

કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતીનું પણ નિર્માણ થયુ છે. ત્યારે ફરી એજ સવાલ સામે

આવી રહ્યો છે કે આખરે કોણ સાંભળશે જગતના તાતનો સાદ.

Latest Stories