New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-73.jpg)
રાજકોટમાં શ્રધ્ધાળુઓએ સાતમા દિવસે શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આવતા વર્ષે ફરી પધારવાના ઇજન સાથે દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી.
હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમા ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર પંડાલોમાં શ્રીજી ની મુર્તિની સ્થાપના કરી લોકો પુજન અર્ચના કરી રહ્યા છે. ત્યારે લોકો પોતાના ઘરમાં તેમજ સોસાયટીમાં પણ ગણપતિ દાદાની મુર્તિ સ્થાપિત કરી છે.
ત્યારે લોકો પોતાની શ્રધ્ધા, ભક્તિ અને અનુકુળતા પ્રમાણે ગણેશ સ્થાપના કરતાં હોય છે. દોઢ દિવસ, ત્રણ દિવસ, સાત દિવસ તો 10 દિવસ સુધી ગણેશ પ્રતિમાઓ રાખવામાં આવતી હોય છે. રવિવારે સાતમા દિવસે શ્રધ્ધાળુઓએ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. અશ્રુભીની આંખે વિધ્નહર્તાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
Latest Stories