/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-72.jpg)
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ ની વાત કરવામાં આવે તો આજી ડેમ છ દિવસથી ઓવરફલો થઇ રહયો છે. શહેરીજનો ડેમ ખાતે પહોંચી મોજ માણી રહયાં છે.
રાજકોટમાં સીઝનનો 51 ઇંચથી વધારે વરસાદ વરસી ચુકયો છે ત્યારે આજી 1, આજી 2, ન્યારી 1, ન્યારી 2, ડોંડી, કરમાળ ડેમ ઓવરફ્લો થયાં છે. જે રીતે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે રાજકોટનો આજી ડેમ છેલ્લા 6 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેના કારણે આજે રવિવારના દિવસે રાજકોટ વાસીઓ આજી ડેમમાં આવેલ વરસાદી પાણીમાં ન્હાવા ની મજા માણવા પહોંચી રહ્યા છે. નાનેરાથી લઈ મોટેરા સુધી સૌ કોઈ નહાવાની મોજ માણતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 51 ઇંચ થી પણ વધુ વરસાદ પડતાં રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર 1ને બાદ કરતાં તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.