રાજકોટ : હેલ્મેટ નહિ મળતાં બાર એસો.ના પ્રમુખ સાયકલ પર પહોંચ્યાં કોર્ટ

New Update
રાજકોટ : હેલ્મેટ નહિ મળતાં બાર એસો.ના પ્રમુખ સાયકલ પર પહોંચ્યાં કોર્ટ

આજથી રાજ્યમાં મોટર વ્હીકલ એકટ અંતર્ગત સુધારા થયેલાં નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. ત્યારે હેલ્મેટ ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ સાયકલ લઇને કોર્ટ પહોંચ્યાં હતાં. અન્ય એક ઘટનામાં જેતપુરનો વાહનચાલક હેલ્મેટના બદલે માથા પર તપેલી મુકી ઘરેથી નીકળ્યો હતો.

Advertisment

વર્તમાન સમયમાં પીયુસી અને હેલ્મેટ માટે લાઇનો લાગી રહી છે. સોમવારથી નવા કાયદાનો અમલ શરૂ થઇ ગયો છે પણ હજી કેટલાય લોકો હેલ્મેટની ખરીદી કરી શકયાં નથી. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ જી.બી.ત્રિવેદી પાસે હેલ્મેટ નહિ હોવાથી તેઓ સોમવારે સાયકલ લઇને કોર્ટ પહોંચ્યાં હતાં. શહેરી વિસ્તારોમાં હેલ્મેટ અને સીટ ન બેલ્ટની જરૂરિયાત નથી તેવું તેમણે જણાવ્યું હતું.

બીજી તરફ રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદીપસિંગ પણ રાજમાર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા નું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજથી લાગુ થયેલ નવા નિયમની પોલીસ અને પ્રજા બંને પાસે સમાન અમલવારી કરાવવામાં આવશે.

Advertisment