રાજકોટ : હવે આપને પોલીસના દંડથી બચાવશે સામાજીક કાર્યકર્તા, જાણો કેવી રીતે ?

New Update
રાજકોટ : હવે આપને પોલીસના દંડથી બચાવશે સામાજીક કાર્યકર્તા, જાણો કેવી રીતે ?

રાજયમાં અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમોના કારણે વાહનચાલકોમાં દોડધામ મચી છે. ખાસ કરીને દ્રીચક્રી વાહનચાલકો માટે હેલમેટની પળોજણ વધી છે તેવામાં રાજકોટના એક સામાજીક કાર્યકર્તાએ વાહનચાલકો માટે નવી સેવા શરૂ કરી છે. તેમણે ડિપોઝીટ લઈ મફતમાં હેલ્મેટ આપવાનું શરૂ કર્યું છે. ત્યારે આ અંગે જુઓ અમારો આ રિપોર્ટ....

રાજકોટમાં રહેતા કિશોરભાઇ સેવાકાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ રાજકોટ શહેર ના આજી ડેમ ચોકડી વિસ્તારમાં શિવાલી એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેરની દુકાન ચલાવે છે. 16 સપ્ટેમ્બર થી ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે ત્યારે તેમણે પોતાની આજુ બાજુ ના દુકાનદારો સાથે વાતચીત કરી લોકો ને મફતમાં હેલ્મેટ સેવા અંગે વાત કરી હતી. તેમના સેવાભાવી વિચાર સાથે આજુબાજુના દુકાનદારો પણ સહમત થતા આ ફ્રી હેલ્મેટ સેવા શરૂ કરી છે. 8 દુકાનદારો તેમના હેલ્મેટ દુકાને આવ્યાં બાદ કિશોરભાઈને ત્યાં જમા કરાવે છે. જેથી બહારગામથી હેલ્મેટ પહેર્યા વગર આવતા લોકો તેનો લાભ વિના મૂલ્યે લઈ શકે. ત્યારે કિશોરભાઈ 1000 રૂપિયા ની ડિપોઝીટ લઈ બહાર ગામથી હેલ્મેટ પહેર્યા વગર આવતા વાહનચાલકોને હેલ્મેટ આપે છે. બીજી તરફ બહારગામ થી હેલ્મેટ પહેર્યા વગર આવનાર લોકો કિશોરભાઈ ની આ સેવાથી ખુશખુશાલ છે. તેમનું સેવાથી અનેક વાહનચાલકો હેલમેટ નહિ પહેરવાથી થઇ રહેલા દંડથી બચી રહયાં છે.

Latest Stories