/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-420.jpg)
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને અંબાજી સહિતના મંદિરોને સોનાથી મઢવામાં આવ્યાં છે ત્યારે હવે જૈન દહેરાસરો પણ સોના અને ચાંદીથી મઢાઇ રહયાં છે. હાલમાં જૈન બંધુઓનું પર્યુષણ પર્વ ચાલી રહયું છે ત્યારે રાજકોટના સોની બજારમાં આવેલાં દહેરાસર ખાતે રીયલ ડાયમંડની આંગી બનાવવામાં આવી છે. આ દહેરાસરને પણ સોના અને ચાંદીથી મઢવામાં આવ્યું છે.
માંડવી ચોક દેરાસર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, 600 કિલો ચાંદીનો ઉપયોગ કરી ભગવાનના ઘરેણાથી લઇ ચાંદીનો રથ અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં દરવાજા અને દિવાલોમાં ચાંદી જડવામાં આવી છે. 1 કિલો સોનાની પણ જરૂર લાગી ત્યાં વચ્ચે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ 250 વર્ષ જૂના રિયાલ ડાયમંડની આંગી કરવામાં આવે છે. જ દેશ આખામાં પહેલું આ દેરાસર છે જયાં ડાયમંડની આંગી કરાઇ છે.
ગભારી એટલે કે મુખ્ય દરવાજાઓ પણ 70 કિલો ચાંદી અને 500 ગ્રામ સોનાથી મઢાયેલા છે. સુપાર્શ્વનાથદાદાના હારને સોના-ચાંદીથી મઢવા માટે ત્રીસ લાખથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ માટે બે માસનો સમય લાગ્યો હતો. આ પ્રકારના દરવાજા, નકશી, કોતરણી કામ માત્ર પંચાલ લોકો જ કરી શકે છે. જેઓ અમદાવાદ, મુંબઇ ખાતે વસે છે. દરવાજાના કામ માટે અમદાવાદથી 8 કારીગર બોલાવવામાં આવ્યા હતા. દિવસ-રાત 60 દિવસ કામ ચાલ્યું હતું.ગુજરાતમા એક માત્ર રાજકોટના માંડવી ચોકમા આશરે સવા કરોડની કિંમતના 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની આંગી કરવામા આવે છે. રોજ સાંજે ચાર વાગે આંગી દર્શન થાય છે. મૂર્તિ ઉપર ચાંદીના વરખ લગાવી તેના પર સુખડના ભૂકાનો લેપ કરી અને રીયલ ડાયમંડ અને મોતી ચોટાડવામાં આવે છે. તેને ખોભરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં રિયલ ડાયમંડની આંગી કરવામાં આવે છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.