/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-182.jpg)
રાજકોટના ક્રિષ્ણા વોટરપાર્કમાં ચાલતી પોલીસ કર્મચારીઓની પાર્ટી પર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં દારૂનો નશો કર્યો હોવાની શંકાએ 30થી વધુ લોકોની અટકાયત કરાઇ હતી. જેમાં 10 લોકોએ નશો કર્યો હોવાનું બહાર આવતાં તેમની સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. બીજી તરફ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે પાર્ટીની ઘટનાની તપાસ કરી તમામ સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.
રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ક્રિષ્ના વોટર પાર્ક ખાતે ગઇકાલે નિવૃત પોલીસ કર્મચારી ની બર્થડે પાર્ટીમાં પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડયો હતો. અગાઉ રાજકોટ SOG પોલીસ માં ફરજ બજાવતા નિવૃત ASI રાજભા વાઘેલાના જન્મ દિવસ નિમિત્તે પાર્ટી આયોજીત કરી હતી. પાર્ટીમાં 40થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતાં. પોલીસના દરોડા બાદ નાસભાગ મચી હતી.પોલીસે ગઈકાલે સ્થળ પર થી 30 જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાંથી ૧૦ લોકો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતાં.અને કેટલાક લોકો પોલીસને ચકમો આપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતાં. હાલ રાજકોટ કુવાડવા પોલીસે ૧૦ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઉપરાંત હોટેલ માલિકની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ ચાલુ છે.. સ્થળ પર થી નાસી છૂટનાર લોકોની સીસીટીવી અને અન્ય ફૂટેજ ના આધારે તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવશે જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંગે જણાવ્યું છે.