રાજકોટ મહિલા પોલીસની કાબિલેદાદ કામગીરી, 9 કલાકમાં 111 અરજદારોનાં પ્રશ્નો ઉકેલ્યા

New Update
રાજકોટ મહિલા પોલીસની કાબિલેદાદ કામગીરી, 9 કલાકમાં 111 અરજદારોનાં પ્રશ્નો ઉકેલ્યા

ડિસીપી ઝોન 2 ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો

રાજકોટ શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે દિકરીઓ પરના અત્યાચાર વધતા જોવા મળી રહ્યા છે. બિજી તરફ શહેરનાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઘર કંકાસને લગતી અરજીઓનાં પણ થપ્પા જોવા મળતા હોય છે. ત્યારે શહેર પોલિસના ડિસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને એક લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા પોલીસને મળેલ સામાજીક પ્રશ્નોને લગતી અરજી બાબતે સુનવણી રાખવામા આવી હતી. જેમા બંને પક્ષના પક્ષકારોને સાંભળવામા આવ્યા હતા. publive-imageઆ લોકદરબારમાં બન્ને પક્ષનાં પ્રશ્નો સાંભળી તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. સાથે જ બંને પક્ષકારો કઈ રીતે શાંતિથી હળી મળીને રહી શકે છે. તે તમામ બાબતો સમજાવવામાં આવી હતી. એક વાત એવી પણ સમાજવવામાં આવી હતી કે, પોલીસ કેસ કરવા તે કોઈ સમસ્યાનો ઉક્લે નથી. કોઈ પણ પારિવારીક સમસ્યાનો ઉકેલ સાથે બેસી ચર્ચા વિચારણા કરી યોગ્ય સમજદારી ભર્યું પગલુ લેવામાં છે. આજ બાબતને પ્રાધાન્ય આપતા શહેર મહિલા પોલીસ દ્વારા યોજવામા આવેલ લોકદરબારમાં માત્ર 9 કલાકમાં 111 અરજદારોના સામાજીક પ્રશ્નો ઉકેલવામા મદદ કરી હતી.

Latest Stories