Connect Gujarat
ગુજરાત

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મુખ્યપ્રધાનના હસ્તે મળ્યો પ્રશંસનીય સેવા મેડલ

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મુખ્યપ્રધાનના હસ્તે મળ્યો પ્રશંસનીય સેવા મેડલ
X

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે

અમદાવાદ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

ટેકનો

લવર અને ટેકનોસેવીના ઉપનામથી જાણીતા મનોજ અગ્રવાલે રાજકોટ સુરક્ષાકવચ નામની એક

મોબાઇલ એપ્લિકેશન બનાવડાવી હતી. જે એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપોની અંદર

પ્રદર્શિત કરવામાં આવી હતી. જે અંતર્ગત ટેકનોલોજી કેટેગરીમાં શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને પોલીસ એક્સેલન્સી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જે રીતે એપ્લીકેશન બનાવવામાં આવી

છે અને પોલીસ અધિકારીઓ તે એપ્લિકેશનના મારફત રીતે કામગીરી કરી રહ્યા છે, તેનાથી રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ ઘટેલું જોવા

મળ્યું છે.

મનોજ અગ્રવાલ વર્ષ 1991 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓએ પોતાના કાર્યકાળમાં પોલીસ અધિક્ષક તરીકે વડોદરા ગ્રામ્ય, પંચમહાલ, ખેડા, અમદાવાદ ગ્રામ્ય તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે એસીબીમાં પણ ફરજ નિભાવી હતી. તેઓએ બોર્ડર રેન્જ ભુજ, અમદાવાદ સેક્ટર વન અને ટ્રાફિક મહાનિરીક્ષક તરીકે કાયદો અને વ્યવસ્થાનું સારી રીતે પાલન કરાવ્યું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ગૃહ વિભાગમાં ફરજ બજાવી હતી. તેમની કામગીરીને ધ્યાને રાખી વર્ષ 2006માં તેઓને વિશિષ્ઠ સેવા પોલીસ મેડલ આપવામાં આવેલ હતો, ત્યારે અમદાવાદ ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરવામાં આવ્યું છે.

Next Story