New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-38.jpg)
ટીડીએસ કપાતના વિરોધમાં બે દિવસની હડતાળ બાદ આજે ફરી એક વખત રાજકોટ સહીત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થઇ ગયા છે. યાર્ડ શરૂ થતાની સાથે આજે વહેલી સવારથી અલગ-અલગ જણશોની હરાજી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 2 કરોડથી ઉપરના રોકડ વ્યવહાર પર ૨ ટકા ટીડીએસ કપાતના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બે દિવસ સુધી બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો.
આજે સવારથી યાર્ડ શરૂ થતા કપાસ,મગફળી,લસણ, જીરૂ સહિતની જણસોની હરાજી કરવામાં આવી હતી. જેમાં ફરી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થતાં ખેડૂતો વેપારીઓ અને મજૂરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનિય છે કે આજથી યાર્ડમાં મોટાભાગના ખેડૂતો અને વેપારીઓએ ચેકથી વ્યવહાર કરવાનું શરુ કરી દીધું છે.
Latest Stories