એક કરોડની રોકડ પર 2 ટકા ટીડીએસ કપાત સામે વિરોધ નોંધાવીને આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ વેપારી એસોશીએશના પ્રમુખ અતુલ કમાણીએ કનેકટ ગુજરાત સાથેની વાતીચતમા જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા જે ૧ કરોડની રોકડ પર ૨ ટકા ટીડીએસ કપાતની અમલવારી કરવામા આવી છે. તેના પર અમને કોઈ આપતી નથી. તેમજ ખેડૂતો પણ ચેકથી પેમેન્ટ સ્વિકારવા તૈયાર છે. પરંતુ જે નોટીફિકેશન બહાર પડયુ છે તેમાંથી ૨ ટકા ટીડીએસની જોગવાઈ નાણાંકીય વર્ષ એપ્રિલથી કરવામા આવી છે. જે અમને માન્ય નથી .તેના વિરોધમા અમે આ બે દિવસીય બંધની જાહેરાત કરીએ છીએ.