/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-229.jpg)
લોકસભાની ચૂંટણીને આડે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે લોકસભા સીટના ઉમેદવારો ગામડે ગામડે લોકોનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને હાલ રાજકોટના પ્રવર્તમાન સાંસદને સવાલ પસંદ નહી હોવાનુ સામે આવ્યુ છે.
હાલ સોશીયલ મિડીયામા એક વિડીયો વાઈરલ થયો છે. જેમા એક મતદાર સાંસદ મોહન કુંડારીયાને પાક વિમા મામલે રજુઆત કરે છે. આ સમયે સાંસદ પ્રત્યુતરમા જવાબદારી સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારની હોવાનુ કહે છે. જેથી આ અંગે રજુઆત ધારાસભ્ય અને સરકાર પાસે કરવાનુ કહે છે. ત્યારે આ મામલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત માં મોહન કુંડારીયા એ જણાવ્યું હતું કે વાઇરલ થયેલ વિડીયો 4 વર્ષ પહેલાનો છે. તે વિડીયો કલાવડી ગામ નો છે. ત્યારે આ વીડિયો કોંગ્રેસ દ્વારા વાઇરલ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું....