/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/vlcsnap-2018-11-01-18h09m44s033.png)
વેપારીઓ અને કમિશ્ન એજન્ટોએ હરાજીની પ્રક્રિયાથ અળગા રહ્યા હતા
દિવાળીની રજા પડે તે પહેલા જ યાર્ડમા આજથી કામ કાજ ઠપ્પ થઈ ચુક્યુ છે. જે પાછળનુ કારણ છે વેપારી એસોસીએશન દ્વારા આપવામા આવેલ બંધનુ એલાન. વેપારીઓએ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની જગ્યાએ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના 26 જેટલા યાર્ડના વેપારીઓએ બંધનુ એલાન આપ્યુ હતુ. જેની તબક્કાવાર અમલીકરણ આજથી જોવા મળ્યુ હતુ. વહેલી સવારથી જ કોઈ પણ જણસીની આવક યાર્ડમા થઈ નહોતી. જેથી વેપારીઓ અને કમિશ્ન એજન્ટોએ હરાજીની પ્રક્રિયાથ અળગા રહ્યા હતા. તો બિજી તરફ યાર્ડ સતાધીશોનુ કહેવુ હતુ કે આ પ્રકારની હડતાળથી ખેડૂતોને અને મજુરોને નુકશાન જાઈ છે. તો સાથે જ ટેકાના ભાવની ખરીદીમા વેપારીઓને એક પણ રૂપિયાનુ કમિશ્ન ન મળતુ હોવાથી તેમના પેટે તેલ રેડાઈ છે.
આજથી સૌરાષ્ટ્રભરના યાર્ડમા લેવાલી અને વહેંચવાલી બંધ થઈ ચુકી છે. કારણ છે વેપારીઓ અને કમિશ્ન એજન્ટ દ્વારા આપવામા આવેલ બંધનુ એલાન. ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે પ્રથમ વાર એવુ જોવા મળ્યુ છે કે વેપારીઓ અને કમિશ્ન એજન્ટોએ બંધનુ એલાવ આપ્યુ હોઈ. ત્યારે તેમના આ નિર્ણય સામે પણ સો મણના સવાલ જરૂર ઉભા થઈ રહ્યા છે.
- શા માટે ખેડૂતો માટે શા માટે વેપારી અને કમિશ્ન એજન્ટ પોતાનો ધંધો બંધ રાખી રહ્યા છે
- શુ વેપારીઓ અને કમિશ્ન એજન્ટ પોતાનો વ્યક્તિગત હેતુ સિધ્ધ કરવા માંગે છે કે કેમ
- વેપારીઓ અને કમિશ્ન એજન્ટને ખેડૂતોના પ્રશ્નમા ક્યા પ્રકારની મલાઈ દેખાઈ રહી છે
આગામી તારીખ 3 નવેમ્બરના રોજથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ દિવાળીના તહેવારને લઈને બંધ થઈ રહ્યા છે. ત્યારે તમામ માર્કેટ યાર્ડ 9 દિવસ સુધી બંધ રહેશે. આમ, સૌથી વધુ તકલીફ યાર્ડ હડતાળથી મજુરોની થઈ રહી છે.