/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-121.jpg)
હવે વાત રંગીલા રાજકોટની. છેલ્લા કેટલાંય સમયથી રાજકોટમા રીક્ષા ગેંગ સક્રિય થઈ છે. રીક્ષામા બેઠેલા પેસેન્જરને લૂંટી લેવામા આવે છે. જે બાબતની ફરીયાદ ઘણા સમયથી રાજકોટ પોલીસના ધ્યાને આવી છે. જે બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ ગેંગને પકડવાની કામગીરી સોંપવામા આવી હતી. જે અન્વ્યે રાજકોટની થોરાળા પોલીસે રીક્ષા ગેંગની બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ જાપ્તા માં ઉભાલા શખ્સોનુ નામ છે. કાજલબેન દેત્રોજા, મંજુબેન રાઠોડ અને બીરેન્દ્ર રાજભર. આ તમામ શખ્સો છેલ્લા કેટલાંય સમયથી ભોળા લોકોને પોતાના શિકાર બનાવતા હતા. ત્યારે થોરાળા પોલીસે આ આરોપીઓ પોતાના નવા શિકાર ને અંજામ આપે તે પહેલા જ ઝડપી પાડવામા આવ્યા છે. થોરાળા પોલીસ મથક માં રીક્ષા માં બેસી લોકોના રૂપિયા પડાવતી ગેંગ ની ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે પોલીસ હરકત માં આવતા વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસે પોલીસે બે મહિલા સહિત 3 ને ઝડપી પાડ્યા છે જ્યારે કે એક આરોપી કિશન વાળા ભાગવા માં સફળ થયો છે.