/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-169.jpg)
હાલ હેલ્મેટના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. એક તરફ રાજકોટ સહિત ગુજરાત ભરમાં લાગુ થયેલ નવા મોટર વ્હીકલ એક્ટના નિયમોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. અત્યાર સુધી હેલ્મેટ ન પહેરવાના કારણે ૧૦૦ રૂપિયા દંડ થતો હતો. જે ૧૬મી સપ્ટેમ્બરથી ૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. એટલે કે, દંડની રકમમાં પાંચ ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકારે PUC અને હેલ્મેટ મામલે ૧૫મી ઓક્ટોબર સુધીની મુદ્દત વધારવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લિધો છે.
રાજકોટમાં એક એવી પણ વ્યક્તિ છે કે જે હેલ્મેટ સાચવવાના ૧૦ રૂપિયા લે છે. ત્યારે, જુઓ આ અંગે અમારો વિશેષ અહેવાલ...
તા. ૧૬મી સપ્ટેમ્બરથી રાજકોટ સહિત રાજ્યભરમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યુ છે. જેના કારણે હેલ્મેટની ખરીદી માટે લાંબી લાઈનો લાગેલી જોવો માળી રહી છે. તો બિજી તરફ એવા પણ બનાવોના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં હેલ્મેટની ચોરી થયાનું સામે આવ્યું હતું. એક તરફ હેલ્મેટ ન પહેરનારને ટ્રાફિક પોલીસ રૂપિયા ૫૦૦નો દંડ ઝીંકી રહી છે. તો બિજી તરફ મોંઘા દાટ હેલ્મેટ ખરીદ્યા બાદ હેલ્મેટ ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે, રાજકોટમાં એક વેપારીએ હેલ્મેટ સાચવવાનો ધંધો શરુ કર્યો છે. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં હેલ્મેટ સાચવવાનો ધંધો શરુ કરનાર શૈલેષ શેઠે જણાવ્યુ હતુ કે, હાલ લોકો હેલ્મેટ પહેરીને બજારમાં નિકળી રહ્યા છે. બજારમાં ખરીદી સમયે હેલ્મેટ ક્યાં રાખવું તે લોકો માટે ભારે સમસ્યા બની રહી છે. ત્યારે લોકોનું હેલ્મેટ પણ સચવાય તેમજ આર્થિક આવક પણ થાય તે હેતુથી લોકોના હેલ્મેટ સાચવવાનો ધંધો શરુ કર્યો છે.