/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-213.jpg)
રાજકોટ મહાપાલિકામા દર બે મહિને જનરલ બોર્ડ એટલે કે સામાન્ય સભા મળે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષનો ઈતિહાસ જોતા તેમાં લોકો પ્રશ્નોની જગ્યાએ થાય છે માત્ર અને માત્ર તુ તુ મે મે. લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિનિધી ચૂંટીને મોકલે છે. પરંતુ એ જ પ્રતિનિધી સ્વસ્થ ચર્ચાની જગ્યાએ કરે છે માત્ર આક્ષેપ પ્રતિઆક્ષેપ.. ત્યારે જુઓ આ અંગે અમારો આ રીપોર્ટ નૌટંકી બોર્ડ
આ દશ્યો છે રાજકોટ મનપાના જનરલ બોર્ડના... દર બે મહિને રાજકોટ મનપાની સામાન્ય સભા મળતી હોય છે. જેનો મુખ્ય હેતુ જુદા જુદા ઠરાવો પસાર કરવા અંગેનો હોય છે. ખાસ કરીને વિવિધ વોર્ડમાં વિકાસના કામો, નવા નિર્ણયો તથા સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા માટે સામાન્યસભામાં પ્લેટફોર્મ મળતું હોય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષનો ઈતિહાસ જોઈએ તો આ બોર્ડમા લોકહિતમાં થતી ચર્ચાની જગ્યાએ માત્ર તુ તુ મે મે જ થતી હોય છે.
બોર્ડની શરુઆતમા મેયર દ્વારા બોર્ડના લાઈવ પ્રસારણ અંગે ઈલેકટ્રોનિક મિડીયા પર પાબંદી લાદવામા આવી. જે બાદ કોંગ્રેસના સભ્યોએ રોગચાળા મામલે આક્રમક થઈ રોગચાળાના સાચા આંકડા જાહેર કરો જેવા પોસ્ટર દર્શાવ્યા હતા.કોંગ્રેસ સામે વળતા પ્રહારમાં ભાજપના નગર સેવકોએ રોગચાળાને અટકાવવા ક્યા પ્રકારના પગલા ભરવામા આવે છે તેવા પોસ્ટર બતાવ્યા હતાં. આમ બંને તરફ પોસ્ટર વોર જોવા મળ્યુ હતુ. આ પોસ્ટર વોર ચાલી રહ્યુ હતુ તેવામા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન ઉદય કાનગડે વિરોધપક્ષના નેતાની દારુ પરમિટ અંગેના કાગળીયાને સભાગૃહમા ફેંકયાં હતાં. સામાન્ય સભામાં વિરોધ પક્ષના ઉપનેતાએ બોર્ડનો સમય ગાળો વધારવાની માંગ કરી જો કે મેયરના અદ્યક્ષસ્થાનેથી તે માંગને ફગાવીને બોર્ડનો સમય પુર્ણ થતા બોર્ડની કાર્યવાહી સમેટી લેવામા આવી હતી.