/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-180.jpg)
રાજકોટની સગીરાને ભગાડી જનારા આરોપીને કોળી સમાજના આગેવાનોની રજૂઆત બાદ સક્રિય બનેલી પોલીસે દ્વારકા ખાતેથી ઝડપી પાડયો છે. આરોપી ત્રણ મહિના પહેલા સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો.
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાને ઉઠાવી જવાના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દ્વારકાથી ઝડપી લીધો છે. આ શખ્સ અગાઉ પણ પોક્સો અને વાહનચોરીના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. ઘટનાના ત્રણ મહિના બાદ પણ કોઈ કામગીરી નહિ થઇ હોવાની રજૂઆત કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેથી પોલીસ કમિશ્નર અગ્રવાલની સુચના બાદ રાજકોટ પોલીસ સક્રિય બની હતી. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે દરોડો પાડી અપહરણ કરનાર પરાશર પાર્કના પાર્થ કનુભાઈ ખાચરને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. આ શખ્સ અગાઉ બી ડિવિઝનમાં વાહનચોરી અને થોરાળામાં અપહરણ, પોક્સોનાં ગુનામાં પકડાઈ ચુક્યો છે.